મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

દેશના 8 રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં : આ રાજ્યોના હિંદુઓને લઘુમતી માટેના વિશેષાધિકાર આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરાયેલી અરજી : 3 મહિનામાં સચોટ આંકડાઓ સાથે રિપોર્ટ રજૂ કરવા અલ્પસંખ્યક આયોગને સુપ્રીમ કોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : bjp નેતા અને એડવોકેટ અશ્વિન ઉપાધ્યાયએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં જણાવાયું હતું કે દેશના 8 રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે.તેથી તેમને લઘુમતી કોમને મળતા તમામ પ્રકારના વિશેષાધિકાર મળવા જોઈએ

આથી સુપ્રીમ કોર્ટએ રાજ્યોમાં હિન્દુઓની વસતિ તથા તેઓ અન્ય કોમોની સરખામણીમાં લઘુમતીમાં છે કે કેમ તે અંગે સચોટ આંકડાઓ સાથેની માહિતી રજૂ કરવા અલ્પસંખ્યક આયોગને આદેશ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)