મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા: મહિલાઓને પ્રવેશને લઈને તંગદિલી:સુરક્ષામાં વધારો કરાયો

માસિક પૂજા વિધિ માટે ભગવાન અયપ્પાના મંદિર 17મી સુધી ખુલ્લું રહેશે

સબરીમાલા મંદિરમાં ફરી ૧૨મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલશે અને પછી મંદિર ૧૭મી ફેબ્રુઆરીથી સુધી ખુલ્લું રહેશે. પોલીસે સુરક્ષા વધારીને તંગદિલી ન સર્જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

સબરીમાલાના ભગવાન અયપ્પાના મંદિરને માસિક પૂજા વિધિ માટે ખુલ્લું મૂકાશે. મલયાલમ મહિનો કુંબમ શરૂ થયો હોવાથી માસિક વિધિ માટે મંદિર ઓપન થશે. ૧૨મી ફેબ્રુઆરીએ મંદિર ખૂલશે અને ૧૭મી ફેબ્રુઆરી સુધી મંદિર ઓપન રહેશે. મંદિરના મુખ્ય પૂજારી વાસુદેવન અંતરપટ ખોલીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલશે.

મહિલાઓને પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તે પછી સબરીમાલાના મંદિરને લઈને ભારે વિવાદ ખડો થયો હતો. એ વિવાદને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષા માટે પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવ્યો છે.

જોકે, મંદિર પ્રશાસને છેલ્લે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં મંદિરનું મેનેજમેન્ટ સહકાર આપશે તે પછી હવે તંગદિલી ઓછી થવાની શક્યતા છે

(11:35 am IST)