મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

તૈયાર કપડાના ઉત્પાદન પર શૂન્ય ટેક્ષ કરવાની તૈયારી

અત્યારે તૈયાર કપડાની નિકાસ પર પ.ર ટકાની છુટ નોકરીઓ અને નિકાસ વધવાની સરકારને આશા

નવી દિલ્હી, તા. ૧ર : સરકાર કપડા ક્ષેત્રમાં નોકરીની જગ્યાઓ વધારવા માટે મોટી રાહત આપવાની તૈયારીમાં છે. સુત્રો અનુસાર, મંત્રાલયે કાપડ અને તૈયાર કપડા ઉત્પાદન પર ટેક્ષ શૂન્ય કરવાનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવને નાણા મંત્રાલયની પણ લીલીઝંડી મળી ચૂકી છે.

સુત્રોએ જણાવ્યું છે કે નવા પ્રસ્તાવને મંત્રાલયે કેબિનેટની મંજૂરી માટે પણ મોકલી અપાયો છે. આ મહીનાની આખરમાં તેને રજૂ પણ કરી શકાય છે. પ્રસ્તાવ પાસ થયા પછી કેન્દ્ર અને રાજય સરકારો તરફથી લાગતા ટેક્ષ બંધ થઇ શકે છે. સરકારની નવી યોજના પ્રમાણે ઘરેલુ ટેક્ષટાઇલ અને ગારર્મેટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ પગલાઓ લેવા પર વિચાર કરી રહી છે.

સરકારને આશા છે કે તેના કારણે આ સેકટરમાં નોકરીઓ મોકાઓ વધશે એટલુ જ નહીં નિકાસને પણ પ્રોત્સાહન મળશે. નવી સ્કીમમાં સરકાર ઘરેલુ બજારમાં બનેલ ઉત્પાદનોની નિકાસ પર લાગતા ટેક્ષને પણ બંધ કરવા પર વિચાર કરી રહી છે. આવું થશે તો ગારમેન્ટ નિકાસ બજારમાં ભારતની ભાગીદારી વધશે અને વિદેશી મુદ્રામાં પણ વધારો થશે. નિકાસ માટે હાલમાં મળી રહેલી ઘણા પ્રકારની છુટછાટની અવધિ ૩૧ માર્ચે પૂરી થઇ રહી છે.(૮.૬)

 

(11:19 am IST)