મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

માવઠાથી ચણા અને સરસવના પાકને નુકશાન થશે કઠોળ-તેલીબિયાંના પાકોમાં માઠીઅસરની શકયતા

વરસાદથી ફન્ગલ જેવો રોગ થવાની અને ઉત્પાદકતા ઘટવાની ભીતિ

નવીદિલ્હી,તા.૧૨: આવતા સપ્તાહે વરસાદ પડવાની આગાહી કરાઈ છે ત્યારે નિષ્ણાતોનું માનવુ છે કે, વધુ વરસાદ હવે ચણા અને સરસવના પાકને નુકસાન કરી શકે છે. તેમજ રવિ સીઝનના કઠોળ અને તેલિબિયાના પાક પર માઠીઅસર થવાની શકયતાછે.

 અત્રે વેસ્ટર્ન હિમાલિયામાં મોસમ બગડતા હવામાન વિભાગે ૧૩ ફેબ્રુઆરી સુધીમાં દેશના નોર્થ અને વેસ્ટ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે. પૂર્વિય ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયામમાં સરસવની લણણી ગત સપ્તાહથી શરૂ કરાઈ છે.

નિષ્ણાતોના માનવા મુજબ વરસાદ ચાલ રહેશે તો ફંગલ જેવા રોગો લાગી શકે છે. જેને પરિણામે ઉત્પાદકતા ઉપર પ્રતિકૂળ અસર પડશે ઉત્તરપ્રદેશના મથુરા, બુલંદશહેર, નોઈડા, હરિયાણના રાવી અને રાજસ્થાનના ભરતપુરમાં સરસવનું વાવેતર કરવામાં આવ્યુ છે. અને આ વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી પાકને નુકસાન થઈ શકે છે.

(9:52 am IST)