મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

વેલેન્ટાઈન ડે : ગુલાબની માંગમાં જબરો વધારો : નેપાળે ૭૦ લાખના મંગાવ્યા : ૧,૬૦ લાખ નંગની કરશે ખરીદી

ગુલાબના ભાવમાં પણ જબરો ઉછાળો આવતા સજાવાયેલા બુકે પણ થયા મોંઘા

નવીદિલ્હી,તા.૧૨: વેલેન્ટાઈન ડે માટે યુવાનોમાં ઘણો ક્રેઝ હોય છે. આ દિવસને સેલીબ્રેટ કરવા માટે યુવાનો અવનવી રીત અપનાવતા હોય છે. પરંતુ  ગુલાબ આપવાની પરંપરા યથાવત છે. ત્યારે વૅલેન્ટાઈનનાં કારણે ગુલાબની માંગમાં જબરો વધારો થયો છે. આ વખતે ભારતના ગુલાબના વેપારી પોતાના દેશ માટે જ નહી પરંતુ નેપાળ માટે પણ ગુલાબની સપ્લાય કરશે.

  વેલન્ટાઈન ડે પર નેપાળમાં પણ ગુલાબોની ડિમાન્ડ ઘણી વધુ છે.નેપાળે ભારતથી અંદાજે ૭૦ લાખથી વધુની કિંમતના ગુલાબ મંગાવ્યા છે. ફ્લોરિકલ્ચર એસો, નેપાળ(FAN) ના પ્રેસિડન્ટ શ્રેષ્ઠાએ જણાવ્યુ કે, નેપાળ ભારતથી અંદાજે ૧,૬૦,૦૦૦ ગુલાબની ખરીદી કરી રહ્યા છીએ. આ ખાસ ગુલાબોને કોલકતા અને બેંગ્લોરથી મંગાવી રહ્યા છે.

  ભારતમાં ફેબ્રુઆરીનો મહીનામાં શરૂ થતા જ ગુલાબોની ભારે ડિમાન્ડ રહે છે. વેલન્ટાઈન વીક શરૂ થતાની સાથે જ વેચાણ શરૂ થઈ જાય છે. ૧૪ ફેબ્રુઆરીના તો સૌથી વધુ ગુલાબનુ વેચાણ થાય છે. જેના માટે ઘાણા પ્રકારના ગુલાબ માર્કેટમાં આવ્યા છે.

ડિમાન્ડ વધવાની સાથે જ ગુલબોની કિંમત પણ ઘણી વધી જાય છે. જો ગુલાબ સામાન્ય રીતે ૧૦ કે ૧૫ માં મળે છે. જયારે આ દિવસે તેનો ભાવ ૫૦ થી.૧૦૦ સુધી પહોંચી જાય છે. ઉપરાંત ગુલાબોથી સજાવેલ બુકે પણ ૫૦૦ થી.૧૦૦૦ સુધી મળે છે.

(9:52 am IST)