મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

મારા ક્ષેત્રમાં જે જાતિવાદની વાત કરશે તેને માર મરાશે : નીતિન ગડકરી

સમાજને આર્થિક અને સમાજિક સમાનતાના આધાર પર સાથે લાવવા જોઇએ તેમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાની કોઇ જગ્યા હોવી જોઇએ નહીં

નવીદિલ્હી,૧૧: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સામાન્ય અંદાજમાં કહ્યું છે કે તેમના વિસ્તારમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી કારણ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જાતિની બાબતમાં વાત કરનારાઓની તે પિટાઇ કરશે.અહીં પિપંડી ચિંચવાડમં પુનરૂત્થાન સમરસતા ગુરૂકુલમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે સમાજને આર્થિક અને સમાજિક સમાનતાના આધાર પર સાથે લાવવા જોઇએ તેમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાની કોઇ જગ્યા હોવી જોઇએ નહીં

નાગપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા ગડકરીએ કહ્યું કે અમે જાતિવાદમાં વિશ્વાસ કરતા નથી મને ખબર નથી કે તમારે ત્યાં શું છે પરંતુ અમારા પાંચ જીલ્લામાં જાતિવાદની કોઇ જગ્યા નથી કારણ કે મેં તમામને ચેતવણી આપી છે કે જો કોઇ જાતિવાદની વાત કરશે તો હંું તેની પિટાઇ કરી દઇશ

એ યાદ રહે કે આ પહેલા કેન્દ્રીય મંત્રી નેતાઓની પિટાઇને લઇ આપેલ નિવેદનને લઇ ચર્ચામાં હતાં. ગત મહીને તેમણે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જનતાથી એજ વચનો આપો જે પુરા કરી શકાય.વધુ લલચાવનારા વચનો કરનારા નેતા જનતાને સારા તો લાગે છે પરંતુ જયારે તે વચનો પુરા ન કરો તે જનતા પિટાઇ પણ કરી દે છે.જયારે ખુદ પોતાના ઉપર ટીપ્પણી કરતાં નિતિન ગડકરીએ કહ્યું હતું કે તે એટલા જ વચનો આપે છે જેટલા કરી શકે તેમ હોય.

હાલમાં તેમના નિવેદનોને વડાપ્રધાન મોદી અને આરએસએસની વચ્ચે વધતા અંતરને જોઇને જોવામાં આવી રહ્યાં છે. તે મોદી સરકારના એક માત્ર એવા મંત્રી છે જેમનું કામ સૌથી સારૂ કહી શકાય છે.સડક પરિવહનનું કામ સંભાળ્યા બાદ જ તેમણે તેજી બનાવી રાખી અને આજે દેશમાં સૌથી તેજી ગતિથી સડકો બની રહી છે.એટલે કે તેમણે પોતાની તે તસવીર બનાવવામાં સફળતા હાંસલ કરી છે જે પોતાના વચનોને પુરા કરવાનું જાણે છે.જયારે નરેન્દ્ર મોદીની તસવીર કહેવાતી રીતે પોતાના વચનો પુરા ન કરનારા નેતાઓના રૂપમાં બની ગઇ છે.(૯.૧૨)

(3:55 pm IST)