મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

રાફેલ મામલે નવો ધડાકોઃ ડીલ પહેલા હટાવાઈ'તી એન્ટી કરપ્શન કલોઝ

ધ હિન્દુ અખબાર રોજેરોજ નવા-નવા ખુલાસાઓ કરી રહ્યુ છેઃ સરકારે એસક્રો એકાઉન્ટ થકી પેમેન્ટને લઈને નાણાકીય સલાહકારોની ભલામણોની સાથે જ ભ્રષ્ટાચારના મામલામાં પેનલ્ટી જેવી આકરી જોગવાઈઓને હટાવી લીધી હતીઃ ભારત સરકારે અનેક પ્રકારની અભૂતપૂર્વ રાહતો આપી હોવાનો પણ અહેવાલમાં આરોપઃ કોંગ્રેસનો પ્રહાર...પીએમઓ આખરે કોને બચાવવા માંગતુ'તું: ચિદમ્બરમે્ પૂછયુ ન ગેરેંટી, ન એસક્રો એકાઉન્ટ છતા મોટી રકમ એડવાન્સમાં કેમ અપાઈ ?

નવી દિલ્હી, તા. ૧૧ :. રાફેલ સોદાને લઈને 'ધ હિન્દુ' અખબાર રોજેરોજ નવા ધડાકા-ભડાકા કરી રહી છે. આજે અખબારે એવો સનસનીખેજ ધડાકો કર્યો છે કે રાફેલ ડીલના થોડા સમય પહેલા જ સરકારે ભ્રષ્ટાચાર નિરોધક કલમો હટાવી લીધી હતી. આ અહેવાલ બાદ કોંગ્રેસે ફરી સરકાર ઉપર પ્રહારો કર્યા છે. ધ હિન્દુએ એવો દાવોે કર્યો છે કે કેન્દ્ર સરકાર આ સોદાને લઈને એટલી ઉતાવળમાં હતી કે, તેણે એન્ટી કરપ્શન કલોઝ જેવી મહત્વની શરતો પણ હટાવી લીધી હતી. આ અહેવાલ બાદ કોંગ્રેસે ટવીટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રીપોર્ટ અનુસાર સરકારે એક એસક્રો એકાઉન્ટ રાખવાની નાણાકીય સલાહકારોની વાતને પણ નજરઅંદાજ કરી દીધી હતી. કારણ કે પીએમઓએ સોવરન એટલે કે બેન્ક ગેરંટીની શરતને સમાપ્ત કરવા દબાણ બનાવ્યુ હતું.

ધ હિન્દુના નવા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ ૭.૮૭ યુરોના રાફેલ સોદામાં ભારત સરકારને અનેક પ્રકારની અભૂતપૂર્વ રાહત આપવામાં આવી હતી. આંતર સરકારી સમજુતી ઉપર સહીના થોડા દિવસ પહેલા જ ભ્રષ્ટાચાર વિરોધી પેનલ્ટી અને એસક્રો એકાઉન્ટ થકી ચુકવણા જેવી મહત્વની બાબતોને હટાવી લેવામાં આવી હતી.

કોંગ્રેસે આ અહેવાલ બાદ ટવીટ કરીને કહ્યુ છે કે, પીએમઓ આખરે કોને બચાવવા માંગતુ હતુ. રીપોર્ટમાં જણાવાયુ છે કે ગેરવ્યાજબી પ્રભાવ, એજન્ટ કે એજન્સીને કમીશન આપવુ, દસો એવીએશન અને એમબીડીએ ફ્રા કંપનીના ખાતા સુધી પહોંચ વગેરે પર પેનલ્ટીની માપદંડ સંરક્ષણ ખરીદ પ્રક્રિયા એટલે ડીપીપી અપનાવાતી હતી, ઉચ્ચ સ્તરીય રાજકીય હસ્તક્ષેપને કારણે તેને ભારત સરકારે સપ્લાય પ્રોટોકોલથી હટાવી દીધી હતી.

કોંગી નેતા ચિદમ્બરમે કહ્યુ છે કે કોઈ ગેરંટી નહી, બેન્ક ગેરંટી નહી, કોઈ એસકો એકાઉન્ટ નહી છતા મોટી રકમ એડવાન્સમાં આપી દેવામાં આવી હતી.

ધ હિન્દુનો દાવો છે કે અમારી પાસે જગે દસ્તાવેજ છે તે અનુસાર તે વખતના સંરક્ષણ મંત્રી મનોહર પરીકરની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદ પરિષદની સપ્ટે. ૨૦૧૬માં બેઠક મળી હતી અને તે દ્વારા આઈજીએ, સપ્લાય પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાકટ અને ઓફસેટ શેડયુલમાં ૮ ફેરફાર કરાયા હતા.(૨-૭)

(2:01 pm IST)