મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

IMFએ ઉચ્ચારી ચેતવણી

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયા છે મંદીના વાદળો

દુબઇ તા. ૧૧ : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)એ રવિવારે સમગ્ર વિશ્વની સરકારોને સાવધાન કરતા આર્થિક વૃદ્ઘી આશાથી ઓછી રહેવા અંગે ઉઠનારા તોફાનો માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. આઇએમએફનાં ડાયરેકટર ક્રિસ્ટીન લેગાર્ડી વિશ્વ સરકાર શિખર સમ્મેલન દરમિયાન જણાવ્યું કે, અમે એક એવી અર્થવ્યવસ્થાજોઇ રહ્યા છો તો જે અનુમાન કરતા ઓછી ઝડપથી વૃદ્ઘી કરી રહી છે. આઇએમએફએ ગત્ત મહિને જ આ વર્ષની વૈશ્વિક આર્થિક વૃદ્ઘિ દરનું પૂર્વાનુમાન ૩.૭ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરી દેવાયું હતું.

લેગાર્ડે તે કારકોને વૈશ્વિક અર્થવ્યવસ્થાના સુસ્ત પડવાનાં કારણે જણાવ્યું જેને તેઓ અર્થવ્યવસ્થા ઉપર ચકરાનારા ચાર વાદળ ગણાવે છે. તેમણે ચેતવણી આપી કે તોફાન કયારે પણ આવી શખે છે. તેમણે કહ્યું કે, આ જોખમમાં વ્યાપારિક તણાવ અને શુલ્ક વધવું, રાજકોષીત સ્થિતીમાં કડકાઇ, બ્રેકઝીટના મુદ્દે અનિશ્યિતતા તથા ચીનની અર્થવ્યવસ્થા સુસ્ત પડવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પડવાનો સમાવેશ થાય છે.

લેગાર્ડે કહ્યું કે, વિશ્વની બે ટોપ અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીનની વચ્ચે ઇશ્યું પ્રાઇસ વોરની વૈશ્વિક અસર દેખાડવા લાગ્યું છે. તેમણે સરકારોના સંરક્ષણવાદથી બચવાની સલાહ આફતા કહ્યું કે, અમને આ અંગે કોઇ જ અંદાજ નથી કે આ કયા પ્રકારે સમાપ્ત થવાનાં છે અને શું આ વ્યાપાર, ભરોસો અને બજાર પર અસર દેખાડવાની શરૂઆત કરી ચુકી છે. લેગાર્ડે કહ્યું કે, દેવાના વધતા જોખમ ગણાવ્યું. તેમણે કહ્યું કે, જયારે આટલા બધા વાદળો છવાયેલા હોય તો અંધારૂ દુર કરવા માટે વિજળીની એક ચમક જરૂરી છે.(૨૧.૭)

 

 

(10:24 am IST)