મુખ્ય સમાચાર
News of Monday, 12th February 2018

માત્ર 90 પૈસામાં ચા નથી મળતી, અમે ઇન્સ્યોરન્સ આપીએ છીએ -મસ્કતમાં મોદી છવાયા : મસ્કતમાં ભારતીય મૂળના લોકો સાથે મનભરીને મળ્યા

ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા લગાવ્યા : સરકાર કાયદા બનાવે છે પરંતુ અમે બિનજરૂરી 1500 કાયદા ખતમ કર્યા : હવાઈ ચપ્પલ પહેરનારો હવાઈ જહાજમાં મુસાફરી કરે એ પરિવર્તન : આયુષ્યમાન ભારત યોજના સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે : ગરીબને બેંકો હવે ધુત્કારતી નથી : મફત ગેસ-વીજળી કનેક્શન આપવા અભિયાન આદર્યું છે

મસ્ક્ત : મસ્કતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છવાઈ ગયા હતા ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત તેઓએ ભારત માતા કી જ્ય અને વંદેમાતરમના નારાથી કરીને ઉપસ્થિત ભારતીય સમુદાયને કહ્યું કે ચા વાળો છું એટલે જાણું છે કે માત્ર 90 પૈસામાં ચા નથી મળતી પરંતુ અમે વીમો આપીએ છીએ ગરીબોને માત્ર 90 પૈસા પ્રતિદિન અને બીજી યોજના 1 રૂપિયો મહિનાના પ્રીમિયમ પર જીવન અને સુરક્ષા વીમો અપાઈ રહયો છે આ વીમા યોજના અંતર્ગત ગરીબોને 2 હજાર કરોડની ક્લેમ રકમ પણ ચૂકવાઈ ચુકી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર કાયદા બનાવે છે પરંતુ અમે 1400થી 1500 કાયદા ખત્મ કર્યા છે જે કાયદાની જરૂર નથી તેને ખતમ કર્યા છે લોકોને જુના બોજથી મુક્તિ અપાવવા માટે જુના કાયદા ખતમ કરી રહ્યાં છીએ મારી સરકારમાં દરરોજ એક કાયદો ખતમ થાય છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે અમારી નીતિ છે કે હવાઈ ચપ્પલ પહેરનાર પણ હવાઈ જહાજમાં મુસાફરી કરે મોટા પરિવર્તન એમ જ નથી આવતા તેના માટે સિસ્ટમમાં ફેરફાર કરવો પડે છે પરિવર્તન થવા પર 42 આંક વધીને 142થી વધીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 100માં સ્થાને પહોંચ્યા છીએ.

બજેટમાં એક એવી યોજનાની જાહેરાત કરી છે જેનું સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી અમે દેશના 10 કરોડ ગરીબ પરિવારો એટલે કે 4 થી 50 કરોડ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ આપ્યો છે એક પરિવારને એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધી નિઃશુલ્ક ઇલાજનો વિશ્વાસ આપ્યો છે હિન્દુસ્તાની અખબારોએ તેને મોદી કેર નામ આપ્યું છે અમારો વિરોધ કરવાવાળા પણ આ યોજનાનો વિરોધ કરતા નથી તે એવું કહે છે કે યોજના સારી છે પરંતુ તેનો અમલ કેમ કરશો હિન્દુસ્તાન એકવાર જે નક્કી કરે છે તેને તે કરીને જ જંપે છે.

મોદીએ વધુમાં કહ્યું કે ગરીબમાં ગરીબને પણ બેંકો ધુત્કારીને ભગાડતી નથી સરકાર હવે ગરીબ વિધવા માતાના ઘર સુધી જઈને ગેસ કનેક્શન આપી રહી છે જેના ઘરમાં આજ સુધી અંધારું છેતેના ઘરોને શોધીને મફત વીજળી કનેક્શન આપવાનું અભિયાન સરકાર ચાલવી રહી છે.

(9:08 am IST)