મુખ્ય સમાચાર
News of Tuesday, 12th January 2021

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો

જો બિડેને કહ્યું લોકોએ રસીકરણ માટે સંપૂર્ણ તૈયાર રહેવું જોઈએ. ચિંતા કરવાની કંઈ વાત નથી

અમેરિકી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. અગાઉ ગયા વર્ષે 21 ડિસેમ્બરે, તેમણે જાહેરમાં કોરોના રસીનો પ્રહમ ડોઝ લીધો હતો. જેને ટીવી પર પણ લાઇવ બતાવવામાં આવ્યું હતું, જેથી લોકોમાં તેના વિશે જાગૃતિ ફેલાવી શકે. તે સમયે, બિડેને કહ્યું હતું કે તેઓ જાહેરમાં રસી લઈને લોકોને સંદેશ આપવા માગે છે કે જ્યારે રસી મળે ત્યારે તેઓ રસીકરણ માટે તૈયાર રહેવા જોઈએ.

તેમણે કહ્યું, ‘હું લોકોને કહેવા માંગુ છું કે જ્યારે રસી મળે ત્યારે તેઓએ રસીકરણ માટે સંપૂર્ણ તૈયાર રહેવું જોઈએ. ચિંતા કરવાની કંઈ વાત નથી. બિડેને ટ્વીટ કર્યું હતું કે, આજે મને કોવિડ -19 રસી મળી. વૈજ્ઞાનિકો અને સંશોધનકારોનો આભાર કે જેમણે આ શક્ય બનાવવા માટે અથાક મહેનત કરી. અમે બધા આ માટે તમારા આભારી હોઈશું. અમેરિકન લોકોને જણાવવા દઉં કે ચિંતા કરવાની કંઈ વાત નથી. હું તમને અપીલ કરું છું કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થાય ત્યારે નાગરિકોને રસી આપવામાં આવે.

(11:34 am IST)