મુખ્ય સમાચાર
News of Tuesday, 12th January 2021

૧૩મી જાન્યુ. સુધીની થઇ જેલ

યુપીની હોસ્પીટલોમાં કુતરાના બચ્ચાઓનો જન્મ થાય છે એ બોલવાનું 'આપ' નેતાને ભારે પડ્યું

નવી દિલ્હી,તા. ૧૨: આપેલા એક વિવાદિત નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે કૂતરાના બચ્ચા વાળા નિવેદન પછી તેમના પર શાહી પણ ફેંકવામાં આવી હતી.

દિલ્હીની કેજરીવાલ સરકારના પૂર્વ કાયદા પ્રધાન સોમનાથ ભારતીએ કહ્યું હતું કે ઉત્ત્।ર પ્રદેશની હોસ્પિટલોમાં બાળકોનો જન્મ થઈ રહ્યો છે, પરંતુ કૂતરાના બચ્ચાઓનો જન્મ થઈ રહ્યો છે. આ નિવેદન બાદ સોમનાથ ભારતી સામે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ નિવેદનમાં બાદ લોકોમાં સોમનાથ ભારતીની સામે નારાજગી જોવા મળી હતી જેના પછી રાયબરેલીમાં સોમનાથ ભારતી પર શાહી પણ ફેંકવામાં આવી હતી.

આ ઘટના પછી સોમનાથ ભારતીની પ્રતિક્રિયા સામે આવી છે. જો કે આ ઘટનાના વિવાદ પછી તેમની સામે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના પછી તેમના પર શાહી ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી તેમની ધરપકડ કરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમને ૧૩મી સુધીની જેલ થઇ છે.

સોમનાથ ભારતીએ ટ્વિટ કર્યું હતું કે 'ખોટી કાર્યવાહી, પોલીસ અને ભાડૂતી ગુંડાઓથી મને પહેલા પણ ડર લાગ્યો નથી, અને ભવિષ્યમાં પણ હું ડરીશ નહીં. યોગી જી, જો તમે કેજરીવાલની જેમ જનતા માટે કામ કર્યું હોત તો તમારે આ બધું કરવાની જરૂર ન હોત. તમારો રાજકીય અંત નિશ્યિત છે. પહેલા પોલીસની હાજરીમાં શાહી ફેંકીને હુમલો કરાવવો અને પછીથી  કેસ ઠોકી દેવો.

સોમનાથ ભારતીએ કહ્યું હતું કે 'અમે કેજરીવાલનું મોડેલ લઈને આવ્યા છીએ, અને અહીંની હોસ્પિટલ તરફ નજર નાખીએ તો એવી હાલત થઈ છે કે હોસ્પિટલોમાં બાળકોનો જન્મ થઈ રહ્યો છે પણ કૂતરાના બચ્ચા જન્મે છે. ' મહત્વનું છે કે સોમનાથ ભારતીએ આવું કહ્યું હતું  કારણ કે તે પ્રયાગરાજની સરકારી હોસ્પિટલમાં ગયા હતા,  ત્યારબાદ કૂતરાનાં બચ્ચા તેમને હોસ્પિટલમાં રખડતાં જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે પૂર્વ મંત્રી સોમનાથ ભારતીનું વિવાદિત નિવેદન મીડિયા માટેની હેડલાઇન્સ બન્યું, ત્યારબાદ યુપી સરકારે તેની પર એકશન કરી હતી, જેના કારણે જગદીશપુર પોલીસે સોમનાથ ભારતી વિરુદ્ઘ રવિવારે રાત્રે જગદીશપુરના હરપાલપુર નિવાસીની ફરિયાદ પર ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અધિકારી (એસઓ) જગદીશપુર રાજેશસિંહે જણાવ્યું હતું કે પોલીસે ગુનો નંબર ૧૪/૨૦ કલમ ૫૦૫/૧૫૩ એ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

(10:04 am IST)