મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

સાડા ચાર વર્ષોમાં ભારતમાં અસહિષ્ણુંતા અને ગુસ્સો વધ્યો: અન્ય લોકોને સાંભળવું ભારતનો વિચાર : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમ સાથે મુલાકાત કરી

 

દુબઇ પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, ગત સાડા ચાર વર્ષમાં ભારતમાં અસહિષ્ણુતા અને ગુસ્સો વધ્યો છે અને તે સત્તમાં બેસેલા લોકોની માનસિક ઉપજ છે.

રાહુલ ગાંધી 2 દિવસની સંયુક્ત આરબ અમિરાત(UAE)ના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે કહ્યું કે, ભારત લોકો પર એક વિચારધારા થોપતો નથી પરંતુ તેના વિચારોને આત્મસાત કરી શકે છે. IMT દુબઇ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કહ્યું, ભારતે વિચારોનું નિર્માણ કર્યું છે અને વિચારોએ ભારતનું નિર્માણ કર્યું છે. અન્ય લોકોને સાંભળવું પણ ભારતનો વિચાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમ સાથે મુલાકાત કરી અને ભારત-UAE વચ્ચે મજબૂત દ્વિપક્ષિય સંબંધોને લઇને ચર્ચા કરી હતી.

(10:07 pm IST)