મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

અજીતસિંહની પાર્ટી કોંગી સાથે હાથ મિલાવી શકે છે

સપા-બસપા ગઠબંધન બાદ તૈયારી

લખનૌ,તા. ૧૨ : સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ હાથ મિલાવી લીધા પછી અજીતસિંહના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકદળની તકલીફ વધી ગઈ છે. તેની પાસે ખૂબ ઓછા વિકલ્પ રહ્યા છે. આના ભાગરૃપે હવે આરએલડી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચુંટણી મેદાનમાં ઉતરી શકે છે. સપા અને બસપા દ્વારા કોંગ્રેસ અને આરએલડીને કોઈ વધારે સીટો આપી નથી. સપા અને બસપા ગઠબંધને કોંગ્રેસને ગઠબંધનથી દુર રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ અજીતસિંહની પાર્ટી માટે પણ માત્ર બે સીટો છોડી છે. આવી સ્થિતિમાં અજીતસિંહ દ્વારા વધારે સીટોની માંગ કરવામાં આવી છે. પાંચ સીટોની માંગણી અજીતસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ અને આરએલડી લોકસભાની ચુંટણીમાં એક સાથે ઉતરવાની જાહેરાત કરી શકે છે.

(7:35 pm IST)