મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

અમેરિકાના પહેલા હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ 2020માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝંપલાવશે !

અમેરિકામાં 2020માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકાના સૌપ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ મેદાનમાં ઉતરી શકે છે.

  ડેમોક્રેટ પાર્ટીની હવાઈ રાજ્યના સાંસદ તુલસી ગબાર્ડે કહ્યુ હતુ કે મેં ચૂંટણી લડવાનુ વિચારી લીધુ છે. આ અંગે બહુ જલ્દી હું જાહેરાત કરીશ.

  એક ટીવી ઈન્ટરવ્યૂમાં તુલસીએ કહ્યુ હતુ કે ચૂંટણી લડવાનો નિર્ણય કરવા પાછળ ઘણા કારણ છે. અમેરિકન લોકો સામે બહુ પડકારો છે. જે અંગે મને ચિંતા છે અને હું તેનો ઉકેલ લાવવા માંગુ છું. સૌથી મોટો મુદ્દો યુધ્ધ અને શાંતિનો છે.જે હંમેશા કેન્દ્રમાં રહેતો હોય છે.

   

(7:44 pm IST)