મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ઈમાનદાર સેવક જોઈએ કે પછી ઘર તોડનાર જોઈએ છે

દેશના લોકોને આ બાબત નક્કી કરવાની છે : મોદી : ઘરની સમસ્યા વેળા બે બે ત્રણ ત્રણ મહિના સુધી અજ્ઞાત સ્થળે જતા રહે તેવા સેવકની જરૃર કે પછી ઈમાનદરની

નવી દિલ્હી,તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધતા આજે કહ્યું હતું કે દેશની જનતાને નક્ક કરવાનું છે કે તેમને કેવા પ્રકારના પ્રધાન સેવકની જરૃર છે. કેવા સેવકને પસંદ કરે છે. ઈમાનદાર સેવક લોકો ઈચ્છે છે કે ઘર તોડનાર સેવક ઈચ્છે છે તે બાબત દેશના લોકોને નક્કી કરવાની છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે દેશના લોકો એવા સેવકને પસંદ કરી શકે છે જે પરિવારના એક એક સભ્યને એકબીજાની સામે લડાવવામાં સૌથી આગળ રહે અને શાસન કરતા રહે. જે ઘરની ચીજો ચોરી કરે તેવા લોકોને દેશના લોકો પસંદ કરી શકે છે કે કેેમ તે બાબત પણ ધ્યાન આપવા જેવી છે. જે ઘરની ચીજો ચોરી કરે તેવા સેવકની જરૃર છે કે પછી ઈમાનદાર સેવકની જરૃર છે તે અંગે નિર્ણય કરવાનું કામ દેશના લોકોનું રહેલું છે.  પૈસા ચોરી કરે અને પરિવાર અને સંબંધીઓમાં વહેંચી દે તેવા સેવકની જરૃર છે કે પછી તમામ લોકોને સાથ લઈને ચાલે તેવા સેવકની જરૃર છે. મોહલ્લાના કેટલાક લોકોને મળીને ઘરની માન મર્યાદાનું અપમાન કરે તેવા સેવકની જરૃર છે કે પછી તમામનું સન્માન કરે તેવા સેવકની જરૃર રહેલી છે. ઘરના સેવક એવા હોવા જોઈએ જે દેશમાં તમામ લોકોને સાથે લઈને ચાલી શકવાની સ્થિતિમાં રહે. દેશને દિન રાત એક કરીને આગળ વધારનાર સેવક જોઈએ છે કે પછી પોતાના માટે કામ કરનાર સેવકની જરૃર છે. મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરીને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા. દેશને એવા સેવકની જરૃર છે કે જે ઘરની સમસ્યા હોય તો પણ બે બે ત્રણ ત્રણ મહિના સુધી રજા લઈને બહાર જતા રહે અથવા તો એવા સેવકની જરૃર છે જે તકલીફ અને કટોકટીમાં લોકોની સાથે રહે છે

(7:37 pm IST)