મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

સોમવારે શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ

સ્વર્ગના દ્વાર ખોલે છે કુંભનું સ્થાનઃ જન્મ-મૃત્યુના ચક્રથી અપાવે છે મુકિતઃ તમામ તૈયારીઓ પૂરીઃ ૪ માર્ચ શિવરાત્રીએ અંતિમ શાહી સ્નાનઃ કરોડો લોકો કુંભ મેળામાં ઉમટર્શેી

નવી દિલ્હી તા.૧૨ : હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો કુંભ મેળો મકર સંક્રાંતિ (૧૪ જાન્યુઆરી)થી સંગમનગરી પ્રયાગરાજમાં શરૂ થઇ રહ્યો છે. આ મેળામાં કરોડો તીર્થયાત્રી સામેલ થવાના છે. કુંભ મેળામાં સૌથી વધુ મહત્વ છે સ્નાનનું કુંભનું સ્નાન સ્વર્ગના દ્વાર ખોલે છે.

પ્રયાગરાજમાં કુંભ ૧૪મીથી શરૂ થઇ માર્ચ-૨૦૧૯ (શિવરાત્રી) સુધી ચાલશે. માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં યોજાનાર કુંભ પ્રકાશ તરફ લઇ જાય છે. આ એક એવું સ્થાન છે જયાં બુધીમત્તાનું પ્રતિક સૂર્યનો ઉદય થાય છે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડુબકી લગાવી મનુષ્ય પોતાના સમસ્ત પાપો ને ધોઇ નાખે છે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી મનુષ્ય અને તેના પૂર્વજ દોશમુકત થાય છે.

કુંભનું સ્નાન જન્મ અને મૃત્યુના ચક્રથી મુકિત અપાવે છે.

કુંભ મેળામાં દરેક શાહી સ્નાનનું પણ અલગ મહત્વ હોય છે પ્રથમ સ્નાન સોમવારે થશે જે મકરસંક્રાંતિના રોજ થશે. તેને શાહી સ્નાન કે રાજયોગી સ્નાન કહેવાય છે.

શાહી સ્નાન ૨૧ જાન્યુ., ૩૧ જાન્યુ., ૪ ફેબ્રુ., ૧૦ ફેબ્રુ. વસંત પંચમી, ૧૬ ફેબ્રુ. ૧૯ ફેબ્રુ. અને ૪ માર્ચ મહા શિવરાત્રીએ થશે. કુંભ મેળાની બધી તૈયારીઓ થઇ ચુકી છ.ે (૭.૭)

(3:38 pm IST)