મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

એમેઝોનના માલિકથી છુટાછેડા લઇને મેકેંજી વિશ્વની સૌથી અમીર મહિલા બની

નવીદિલ્હી,તા.૧૨: એમેઝોનના માલિક અને દુનિયાના અમીર બિઝનેસમેન જેફ બિજોજે ૨૫ વર્ષ બાદ પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જેફ બિજોજ અને મેંકેજી બિજોજના છૂટાછેડા લગભગ ૧૪૦ બિલિયન ડૉલરના છે અને આને દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા બતાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ વ્હાઈટ હાઉસની બહાર મીડિયાએ આ છૂટાછેડા પર તેમની સલાહ માંગી હતી. આના પર જવાબ આપતા આને એક સુંદર નિર્ણય ગણાવ્યો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ૫૪ વર્ષના બિજોજ પાસે ૧૩૭ બિલિયનની સંપત્તિ છે.

જેફ બિજોજ પાસે કુલ સંપત્તિ ૧૩૭ બિલિયન ડૉલર છે અને કાયદા મુજબ આ સંપત્તિનો અડધો હિસ્સો બંને વચ્ચે વહેંચાશે. રિપોર્ટ્સ અનુસાર બિજોજ દંપત્તિ વચ્ચે છૂટાછેડાનું સેટલમેન્ટ ૬૮ બિલિયન ડૉલરનું હશે જે અત્યાર સુધીના ઈતિહાસના સૌથી મોંઘા છૂટેછેડામાંના એક છે. જો બંને વચ્ચે સંપત્તિનો હિસ્સો બે બરાબર ભાગમાં વહેંચાય તો મેકેંજીને ૪.૭૬ લાખ કરોડ રૂપિયા મળી શકે છે.

મેકેંજીને ૪.૭૬ લાખ કરોડ રૂપિયા મળે તો તે દુનિયાની સૌથી અમીર મહિલા એલાઈસ વૉલ્ટનને પાછળ છોડી દેશે. વૉલમાર્ટની ઉત્તરાધિકારી વૉલ્ટનની નેટવર્થ ૩.૨૨ લાખ કરોડ રૂપિયા છે. બિજોજ પહેલા રશિયાના બિઝનેસમેન દિમિત્રી રિબોલોવ્લેવે ૨-૧૪માં પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા હતા તે બાદ બંને વચ્ચે ૪.૫ બિલિયન ડૉલરનું સેટલમેન્ટ થયુ હતુ. તે સમયે તેમની પત્નીને ૩,૧૬,૭૭,૭૫,૦૦,૦૦૦ રૂપિયા મળ્યા હતા. તે વખતે તે દુનિયાના પહેલા સૌથી મોંઘા છૂટાછેડા હતા.

તમને જણાવી દઈએ કે જેફ હાલમાં ન્યૂઝ એંકર રહેલી ૪૯ વર્ષીય લૉરેનને ડેટ કરી રહ્યા છે. સાંચેજના પણ પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે અને ૧૩ વર્ષ બાદ પેટ્રિક વ્હાઈટસેલ સાથે તેના લગ્ન ખતમ થઈ ચૂક્યા છે. બિજોજ અને મેકેંજી વચ્ચે ૨૫ વર્ષની લગ્ન બાદ છૂટાછેડા થઈ રહ્યા છે. લગ્ન સમયે બંને કોઈ પણ પ્રકારનું કી પ્રિનઅપ સાઈન નહોતુ કર્યુ. આના કારણે ૪૮ વર્ષીય મેકેંજી એમેઝોનના સીઈઓની ૧૩૭ બિલિયન ડૉલરમાંથી અડધી સંપત્તિની હકદાર છે.

 

(3:35 pm IST)