મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

હવે ગરીબોને પેટ્રોલ પંપ અને કુકીંગ ગેસ એજન્સીની સરકાર ફાળવણી કરશે

સરકાર અનામત સંદર્ભે ગરીબ સવર્ણો માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઓઇલ વિતરણ કંપનીઓ હેઠળ કરાશે શરૂઆત

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકારે હાલમાં જ આર્થિક રૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને એજયુકેશનમાં ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. હવે સરકાર આ સંદર્ભે ગરીબ સવર્ણો માટે રાજય સરકાર દ્વારા સંચાલિત ઓઇલ વિતરણ કંપનીઓની હેઠળ પેટ્રોલ પંપ અને કુકિંગ ગેસ એજન્સીની ફાળવણી કરશે. જાણકારી અનુસાર બે અધિકારીઓ આ કંપનીઓ કેન્દ્ર સરકારની અનામત નીતિનું અનુસરણ કરશે.ઙ્ગ

મળતી માહિતી અનુસાર નવા પાસ થયેલા કાયદો અમલમાં આવ્યા બાદ EWS શ્રેણીને ૧૦ ટકા અનામત (રિટેલ દુકાનોની ફાળવણીમાં) આપવાની ઔપચારિક પ્રસ્તાવ યોગ્ય સમયે શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરી ન હતી. રાષ્ટ્રપતિની મંજરી મળ્યા બાદ જલ્દીથી આ કાયદા પર અમલ કરવામાં આવશે.ઙ્ગ

HPCL અને ભારત પેટ્રોલિયમમાં પહેલેથી જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત નીતિ છે. પેટ્રોલ પંપ અને LPG એજન્સીઓની ફાળવણીમાં OBC કવોટાની શરૂઆત મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે ૨૦ જુલાઈ, ૨૦૧૨ના રોજ કરી હતી.હાલમાં આ રીતે ફાળવણી ૨૨.૫ ટકા SC અને ST માટે અને ૨૭ ટકા OBC માટે છે. જયારે સંપૂર્ણ દેશમાં સામાન્ય શ્રેણીથી સંબંધ રાખનારા લોકો માટે ૫૦.૫ ટકા છે. પરંતુ આ ટકાવારી અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં અલગ છે. પૂર્વોત્તરના રાજયોમાં રિટેલ દુકાનો માટે અનામત સામાજિક-આર્થિક સરંચના અનુસાર અલગ અલગ છે. અરૂણાચલમાં લ્વ્ માટે ૭૦ ટકા અનામત છે.ઙ્ગ

જયારે વિભિન્ન શ્રેણીઓમાં કવોટાની અંદર કવોટા છે. જેમાં સુરક્ષાબળ અને મહિલાઓ પણ શામેલ છે. પેટ્રોલિયમ ક્ષેત્રના એકસપર્ટ્સનું કહેવું છે કે ઘણી વખતે લાભાર્થી આ ફાળવણીઓનો ખોટો ફાયદો ઉઠાવે છે અને તેને સ્થાનિક વેપારીને આપી દે છે.(૨૧.૨૩)

(3:35 pm IST)