મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

પથ્થરનો જવાબ AK-47થી આપું છું, આવી જાઓ મોદીજી

બસપા નેતા જગતસિંહના વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

લખનઉ તા. ૧૨ : પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહના દીકરા અને બસપા નેતા જગત સિંહ પોતાના એક નિવેદને લઇ વિવાદોમાં ફસાયા છે. જગત સિંહે પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઇ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામગઢ વિધાનસભા સીટ પરથી બસપાના ઉમેદવાર સિંહે કહ્યું કે તેઓ પથ્થરનો જવાબ એકે-૪૭થી આપે છે. તેની સાથે જ તેમણે પીએમ મોદી, ગેહલોત, અને રાજેનું નામ લેતા કહ્યું કે આવી જાઓ બધાને પેટી પેક કરીને મોકલીશ. જગત સિંહના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે રામગઢ વિધાનસભા સીટ પર પૂર્વમાં બસપા ઉમેદવાર લક્ષ્મણ સિંહના મોત બાદ ચૂંટણી સ્થગિત કરી દેવાઇ હતી. અહીં ૨૮ જાન્યુઆરીના રોજ મતદાન અને ૩૧મી જાન્યુઆરીના રોજ મતગણતરીની તારીખ નક્કી છે. જગત સિંહે ૯ જાન્યુઆરીના રોજ અહીં બસપા ઉમેદવાર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું. કહેવાય છે કે આ વીડિયો રજીસ્ટ્રેશન બાદનો જ છે.

વાયરલ વીડિયોમાં સિંહ કહેતા દેખાય છે કે હું પાછળ હટીશ નહીં. ગોળી ચાલશે તો પહેલી ગોળી મારી છાતીમાં લાગશે. પત્થરનો જવાબ AK-47ની સાથે કરું છું હું. તો આવી જાઓ અશોકજી. આવી જાઓ મોદી જી, આવી જાઓ વસુંધરાજી બધાને પેટી પેક કરીને મોકલીશું.

'સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા' આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારામાં તેના પર ઘમાસણ મચવાનું નક્કી છે. જો કે હજુ કોઇ પાર્ટીની તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. બીજીબાજુ સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઇ આકરી પ્રતિક્રિયાઆ પણ સામે આવી છે.(૨૧.૧૮)

(3:32 pm IST)