મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ઉત્તરપ્રદેશમાં સ્કૂલવેનમાં ગેસનો બાટલો ફાટ્યો :15 બાળકો દાઝયા : 8 બાળકો ગંભીર: ડ્રાઈવર ફરાર

ગેસનો બાટલો ફાટતા બાળકોની ચીસાચીસ અને ભાગદોડ મચી ;સ્થાનિક લોકો અને પોલીસ મદદે દોડ્યા

લખનૌ :ઉત્તર પ્રદેશમાં શનિવારે સવારે ભદોહી જીલ્લામાં એક સ્કુલ વેનમાં ગેસનો બાટલો ફાટો ગયો હતો. વેનમાં ગેસનો બાટલો ફાટતા સ્કુલના બાળકોની ચીસ અને ભાગદોડ મચી ગઈ હતી.

 આ દુર્ઘટનામ અકુલ ૧૫ બાળકો દાઝી ગયા છે જેમાંથી ૮ બાળકોથી સ્થિતિ હાલ ગંભીર છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ મદદ અર્થે દોડી આવ્યા હતા અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

  ઘાયલ થયેલા બાળકો લખનૌમાં એક ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓ હતા. સ્કુલ વેનમાં આ રીતની આગ લાગતા ડ્રાઈવર ગાડી છોડીને ભાગી ગયો હતો.

(1:54 pm IST)