મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ઓડિટરો દ્વારા કંપનીઓના વેલ્યુએશન સર્ટિફિકેટ પર પ્રતિબંધ :ઇન્કમ ટેક્સ ટ્રાઈબ્યુનલનો નિર્ણય

ટેક્સ સબંધી અનેક વિવાદ બાદ આદેશ : કોઈ કંપનીનો ઓડિટર એકાઉન્ટન્ટની જેમ કામ નહી કરી શકે.

નવી દિલ્હી :એક ઇનકમ ટેક્સ ટ્રાઈબ્યુનલે ઓડિટરો દ્વારા કંપનીઓ માટે બહાર પાડેલ વેલ્યુએશન સટફિકેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ટેક્સ સંબંધિત અનેક વિવાદો બાદ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ વિવાદોમાં એંજલ વિવાદ પણ સામેલ છે. બેંગલુરના ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રાઈબ્યુનલ એ કહ્યું કે કોઈ કંપનીનો ઓડિટર એકાઉન્ટન્ટની જેમ કામ નહી કરી શકે.

  રોકાણ દરમ્યાન કંપનીઓના વિવાદોનો સામનો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરવો પડતો હોય છે. આ આદેશ એક કેસની સુનાવણી દરમ્યાન આપવામાં આવ્યો છે જેમાં ટેક્સ ડિપાર્ટમેન્ટે કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલ વેલ્યુએશનને પડકાર્યો હત

 અનેક કેસોમાં સ્ટાર્ટઅપ વેલ્યુએશનને ટેક્સ ડિપાર્ટમેન્ટે પડકાર્યો હતો. જેમાં એંજલ ટેક્સ પ્રમુખ છે. આ કેસ સ્ટાર્ટઅપ ફંડિગ દરમ્યાન થયેલ વેલ્યુએશન સાથે સંબંધિત હૈષને અનેક કેસોમાં સ્ટાર્ટઅપના રેવેન્યુને ઘટાડવામાં આવે છે પરંતુ વેલ્યુએશન વધારી દેવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટ નિવેશકો દ્વારા આપવામાં આવેલ પ્રીમયીમ પર પૂછપરછ કરી રહ્યું છે અને તે આવકની ૩૦ પ્રતિશત ટેક્સવાળી શ્રેણીમાં રાખવા માંગે છે. અનેક એકાઉન્ટન્ટ અને વોલ્યુઅર પહેલેથી આયકર વિભાગના કડક વલણનો સામનો કરી રહ્યા છે. ૨૫ ડિસેમ્બરે રિપોર્ટ આવી હતી કે ટેક્સ ડિપાર્ટમેન્ટે વેલ્યુએશન એક્સપર્ટસને કારણ બતાઓ નોટિસ આપવાની શરૂ કરી દીધી છે. બેંગલુરની સંસ્થા મુજબ કોઈપણ કંપનીનો ઓડિટર એકાઉન્ટન્ટની જેમ કામ કરી શકે નહિ.ટેક્સ સંબંધિત અનેક વિવાદો બાદ ઓડિટરો દ્વારા કંપનીઓ માટે બહાર પાડેલ વેલ્યુએશન સટફિકેટ પર ટ્રાઈબ્યુનલ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

(1:29 pm IST)