મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

મુંબઇમાં સતત પાંચમા દિવસે બીએમસીના કર્મચારીઓની હડતાળ :બેઠક નિષફ્ળ :હજારો મુસાફરોને ભારે હાલાકી

મેયર,કમિશ્ર્નર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે યુનિયન નેતાઓની બેઠકમાં કોઈ રસ્તો નહિ નીકળ્યો

મુંબઇમાં સતત પાંચમાં દિવસે પણ બીએમસીના કર્મચારીઓની હડતાળ યથાવત રહેતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે

   કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળને કારણે બેસ્ટની બસો બંધ રહેતા મુસાફરો પરેશાન છે કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ બજેટને બીએમસીના બજેટ સાથે જોડવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ આ મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહેતા કર્મચારીઓની હડતાળ યથાવત છે.

મુંબઇના મેયર વિશ્વનાથ મહાદેશ્વરની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર અજય મહેતા. બેસ્ટના કમિશનર સુરેશકુમાર બાગડે તેમજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યુનિયનના નેતાઓ સાથે બેઠક કરી હતી. પરંતુ સાત કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ પણ સમાધાનનો કોઇ રસ્તો ન નીકળતા હડતાળ યથાવત છે. બેસ્ટના કર્મચારીઓના અધ્યક્ષ શશાંક રાવે જણાવ્યું હતું કે બેસ્ટના બજેટને બીએમસીના બજેટ સાથે વિલય કરવાની માંગણી પર સહમતિ સધાઇ નથી. આથી આ હડતાળ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કર્મચારીઓની માંગણી મુદ્દે લેખિત આશ્વાસન પણ નથી આપવામાં આવ્યું.

(12:59 pm IST)