મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

મારુતિ સુઝુકીએ કારોની કિંમતમાં ૧૦,૦૦૦ સુધીનો વધારો

સુપર કેરી કોમર્શિયલ વ્હિકલમાં ભાવ વધારો કરાયો નથી

નવી દિલ્હી :દેશની અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ પસંદગીની કારની કિંમતમાં ૧૦,૦૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે.

  કંપનીએ જણાવ્યું હતું કે, કોમોડિટીના ભાવ વધતા અને ફોરેન એક્સચેન્જ રેટને કારણે ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભાવ વધારામાં સુપર કેરી કોમર્શિયલ વ્હિકલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

   વર્ષની શરૂઆતમાં કોમોડિટી અને ફોરેન એક્સચેન્જના રેટમાં ફેરફાર થવાને કારણે કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં ફ્યૂઅલ કોસ્ટ અને અન્ય ટ્રાન્સપોર્ટેશનને કારણે કારની કિંમત પહેલાથી વધારે છે

  . બીજી બાજુ ઊંચા વ્યાજદરને કારણે કારની કિંમત ઉપર નકારાત્મક અસર કરશે. કોમોડિટીના ભાવ વધવાને કારણે કારની કિંમત ઉપર સૌથી વધારે અસર થઈ છે.

(12:59 pm IST)