મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

નમો એપ્પ દ્વારા ત્રણ મહિનામાં પાંચ કરોડની વસ્તુઓનું વેચાણ

નમો અંગેનના સૂત્રો સાથે વસ્તુઓનું વેચાણ ભાજપ માટે ઉસ્તાહપ્રેરક :સૌથી વધુ ટીશર્ટ વેચાયા

નવી દિલ્હી :નરેન્દ્ર મોદી બ્રાંડની 5 કરોડ રૂપિયાની વસ્તુઓનું છેલ્લા ત્રણ મહિનામાં નમો એપ દ્વારા વેચાણ કરવામાં આવ્યું. નમો અગેન એટલે કે નમો એક વાર ફરીના સૂત્રો સાથે વેચાણ થતી આ વસ્તુઓમાં ટી-શર્ટથી લઈને પેનનો સમાવેશ થયો છે.

   નમો એપ દ્વારા આ વસ્તુઓના આંકડા બીજેપી માટે ઉત્સાહજનક છે. ફક્ત ત્રણ મહિનાની અંદર 15.75 લાખ યુનિટસનું વેચાણ થવાથી બીજેપનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ વસ્તુઓની ખરીદીમાં હજુ પણ વધારો થશે. નમો બ્રાંડ હેઠળની વસ્તુઓની સૌથી વધુ ખરીદી બીજેપી ક્ષેત્રના કાર્યાલયો અને દેશભરના બીજેપી વર્કર્સે કરી છે.

નમો બ્રાંડની આ વસ્તુઓ ત્રણ મહિનાની અંદર પેટીએમ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ્સ પર પણ તેનું વેચાણ થયું છે. નમો બ્રાંડ હેઠળ સૌથી વધુ ટી-શર્ટનું વેચાણ થયું છે. નમો બ્રાંડની કુલ વસ્તુઓમાંથી અડધા કરતાં વધારે વેચાણ ટી-શર્ટનું જોવા મળ્યું હતું. હિમાચલ પ્રદેશના બીજેપીના સાંસદ અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાય મંત્રી નમો અગેન વાળી ટીશર્ટ પહેરીને પોતાનો ફોટો ટ્વિટ કર્યો હતો. આ ટી-શર્ટ નમો એપ પર 499 રૂપિયામાં પ્રાપ્ય છે. યોગી આદિત્યનાથ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી પણ આ વસ્તુઓની ખરીદી કરવા અંગે કરેલ અપીલ પર વેચાણની અસર જોવા મળી છે.

(12:45 pm IST)