મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

આલોક વર્માએ નીરવ મોદી - વિજય માલ્યાની મદદ કરી'તી? CVCએ કુલ ૬ આરોપોની તપાસ શરૂ કરી

નીરવ મોદી - વિજય માલ્યાને ભગાડવાનો પણ છે આરોપ

નવી દિલ્હી તા. ૧૨ :  CBIના પૂર્વ ડાયરેકટર આલોક વર્માની મુસીબતો હાલ ઓછી થવાનું નામ લઇ રહી નથી, કારણ કે CVC એ તેમના પર ૬ બીજા આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. તેમાં પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની વિરૂદ્ઘ લુક આઉટ સર્કુલરના આંતરિક ઇમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે.

નવા આરોપો અંગે CVC એ સરકારને જાણ કરી છે, જેના અંગે ગયા વર્ષે ૧૨મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની સામે વર્માનો તપાસ રિપોર્ટ દાખલ કર્યા બાદ ભ્રષ્ટાચાર નિરોધક ટીમ દ્વારા ફરિયાદ મળી હતી. વર્માની વિરૂદ્ઘ તેમના જ પૂર્વ નંબર બે ગણાતા સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના દ્વારા લગાવામાં આવેલા ૧૦ આરોપોની તપાસના આધાર પર રિપોર્ટમાં કહ્યું હતું કે વર્માની પૂછપરચ્છ થવી જોઇએ.

CVCના એક સૂત્રે કહ્યું કે CBIને ૨૬મી ડિસેમ્બરના રોજ એક પત્રના માધ્યમથી કહ્યું છે કે તેઓ આ મામલા સાથે સંબંધિત તમામ દસ્તાવેજ અને ફાઇલો ઉપલબ્ધ કરાવે, જેખી તરીને તપાસને તાર્કિક રીતે પૂરી કરી શકાય. ત્યારબાદ એજન્સીએ બુધવારના રોજ માલ્યાથી સંબંધિત કેસના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા. નીરવ મોદી અને માલ્યા હાલ ભાગેડું છે.

વર્મા પર આરોપ છે કે તેમણે નીરવ મોદી કેસમાં સીબીઆઈના કેટલાંક આંતરિક ઇમેલોને લીક થવા પર આરોપીને શોધવાની જગ્યા એ તે મામલાને છુપાવાની કોશિષ કરતાં રહ્યા. પીએનબીના કૌભાંડી નીરવ મોદીના કેસમાં પણ કંઇક આવું જ બન્યું હતું. તદાઉપરાંત બીજા મુખ્ય આરોપોની વાત કરીએ તો તેમના પર એરસેલના પૂર્વ માલિક સી.શિવશંકરનની વિરૂદ્ઘ લુકઆઉટ સર્કુલરને નબળો રજૂ કરવાનો આરોપ છે, તેના લીધે આઇડીબીઆઈ બેન્કની લોન લઇ છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ભારત છોડવાની મંજૂરી મળી હતી.

વર્માની ઇમાનદારી પર પ્રશ્ન ઉઠતા ત્રણ બીજા આરોપ સીબીઆઈની લખનઉ બ્રાન્ચમાં તૈનાત એડિશનલ એસપી સુધાંશુ ખરે એ પણ લગાવ્યો હતો. ખરે એ વર્મા પર રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ગોટાળાના આરોપીને પણ બચાવાનો આરોપ મૂકયો હતો. એટલું જ નહીં એસબીઆઈ બેન્ક ફ્રોડ કેસમાં રંજીત સિંહ અને અભિષેક સિંહ આરોપી હતી, પરંતુ આ બંનેને પણ બચાવી લેવામાં આવ્યા.

ભ્રષ્ટાચારની તપાસ કરતી સીબીઆઈની શાખ પર ઉઠવા લાગ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી તા. ૧૨ : ભ્રષ્ટાચાર મામલાની તપાસ કરતા દેશની સૌથી મોટી અને પ્રીમિયમ તપાસ એજેન્સી સીબીસાઈનો શીર્ષ વિભાગ ભ્રષ્ટાચારમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. પૂર્વ નિદેશક એ કે સિંહ અને રણજિત સિન્હા વિરુદ્ઘ ભ્રષ્ટાચારની તપાસ બાદ આલોક વર્માને પણ ટેકિનકી તરીકે ભ્રષ્ટાચાર અને નિયમોથી ઉપર જઈને કામ કરવાના કારણે પદ પરથી હટાવામાં આવ્યા છે. એટલું જ નહીં સીબીઆઈના બે વરિષ્ઠ અધિકારી વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાને પણ હાઇકોર્ટે કોઈ રાહત નહીં આપીને તેના વિરુદ્ઘ ઘુષણખોરીની તપાસ ચાલુ રાખવા કહ્યું છે. (૨૧.૭)

(11:44 am IST)