મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

યુ.એસ.માં શીખ ડ્રાઈવર સ્વર્ણસિંઘ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર અમેરિનને 15 માસની જેલસજા

યુ.એસ.માં ડિસેમ્બર 2017 માં શીખ અમેરિકન ટેક્સી ડ્રાઈવર 53 વર્ષીય સ્વર્ણસિંઘ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર અમેરિકન રોરી બેન્સનને  15 માસની જેલસજા ફરમાવાઈ છે. આ આરોપીએ સીટલે સ્થિત શિખ સજ્જન ઉપર ક્રૂરતાપૂર્વક જીવલેણ હુમલો કર્યો હતો.જેણે શીખની પાઘડીને  નિશાન બનાવી ઉપરાઉપરી હુમલાઓ કર્યા હતા.પરિણામે ઈજાગ્રસ્ત સ્વર્ણસિંઘને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જે આરોપસર ઉપરોક્ત સજા ફરમાવાઈ હોવાનું IAN દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)