મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

પત્રકાર છત્રપતિની ગોળી મારીને હત્યા કરાઈ હતી

ડેરાના સમાચાર છાપી રહ્યા હતા

પંચકુલા, તા. ૧૧ : પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. આ મામલાને યાદ કરવામાં આવે તો હત્યાનો આ કેસ ૧૬ વર્ષ જુનો છે. ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમ આમા આરોપી તરીકે છે. વર્ષ ૨૦૦૨માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છત્રપતિ પોતાના અખબારમાં ડેરા સાથે જોડાયેલા અહેવાલો પ્રકાશિત કરી રહ્યા હતા. પત્રકાર છત્રપતિના પરિવારના સભ્યોએ કેસ દાખલ કર્યો હતો. મોડેથી આને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ ૨૦૦૭માં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમને હત્યાના કાવતરા રચવાના મામલામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા. રામચંદ્રને જાનથી મારી નાંખવાની અનેક વખત ધમકી આપવામાં આવી હતી. ૨૪મી ઓક્ટોબરના ૨૦૦૨ના દિવસે જેનો ડર હતો તે જ ઘટના બની હતી. સિરસાના સાંજના દૈનિક પુરા સચના એડિટર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવામાં આવી હતી. તેમને ઘરની બહાર બોલાવીને પાંચ ગોળી મારવામાં આવી હતી.

(12:00 am IST)