મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

ઇન્ફોસીસના નેટ પ્રોફિટમાં ૨૯.૬ ટકા સુધીનો ઘટાડો

શેરના બાયબેકની પણ કંપની દ્વારા જાહેરાત કરાઈ : બાયબેકનું કદ ૪૧૩૦ કરોડની આસપાસ રહી શકે છે

નવીદિલ્હી, તા. ૧૧ : આઈટીની મહાકાય કંપની ઇન્ફોસીસે આજે તેના વર્ષ ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા હતા જેમાં તેના નેટ પ્રોફિટમાં ૨૯.૬ ટકાનો ઘટાડો થઇ ગયો છે. કંપનીએ નેટ પ્રોફિટનો આંકડો ગયા વર્ષના આજ ત્રિમાસિક ગાળામાં ૫૧૨૯ કરોડ દર્શાવ્યો હતો જેની સામે આ વખતે નેટ પ્રોફિટનો આંકડો ૩૬૦૯ કરોડ દર્શાવ્યો છે. કંપનીએ વચગાળાના ચાર રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. અપેક્ષા મુજબ જ કંપનીએ શેરોના બાયબેકની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, તે ૧૦૩૨૫૦૦૦૦ ઇક્વિટી શેરની ફરીવાર ખરીદી કરશે. ઇક્વિટી શેર કંપનીના પેઇડઅપ કેપિટલ પૈકી ૨.૩૬ ટકાની આસપાસ છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ આ મુજબની વાત કરવામાં આવી છે. બાયબેકનું કદ ૪૧૩૦ કરોડ રૂપિયાનું રહી  શકે છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રભુત્વ ધરાવનાર ઇન્ફોસીસના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ તેની અસર નવા કારોબારી સપ્તાહમાં પણ જોવા મળી શકે છે. આજે તેના શેરમાં ૨.૯ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, બાયબેકની જાહેરાતથી ફાયદો થશે.

(7:27 pm IST)