મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

નાના વેપારીઓને મફતમાં વીમો અને ઓછા વ્યાજે મળશે લોનઃ સરકાર વેપારી માટે રાહતનું મોટુ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ સવર્ણોને અનામત બાદ હવે નાના વેપારીઓ માટે મોટું રાહતનું પેકેજ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. મળેલી જાણકારી અનુસાર, સરકાર નાના વેપારીઓ માટે ટુંક સમયમાં સસ્તા વ્યાજ પર લોન આપવાનું અને મફતમાં વીમાની જાહેરાત કરી શકે છે.

1 - નાના વેપારીઓને વૃદ્ધાવસ્થા પેન્શનની સુવિધા મળી શકે છે. ટ્રેડર્સ વેલફેયર બોર્ડની રચના કરવાનો પ્રસ્તાવ છે. સરકાર અને નાના વેપારીઓના પ્રતિનિધિ બોર્ડમાં સામેલ થશે. વેલફેયર બોર્ડ દ્વારા પેન્શનની ચુકવણી કરવામાં આવી શકે છે. હાલની સમાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નાના વેપારીઓને લાવવામાં આવી શકે છે.

2 - નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વીમાની સુવિધા મળી શકે છે. દુર્ઘટના વીમાની રકમ 5 થી 10 લાખ રૂપિયા થઈ શકે છે. વેપારીઓના ટર્ન ઓવરના હિસાબે વીમાની રકમ નક્કી કરવામાં આવશે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને આનો ફાયદો મળશે.

3 - નાના વેપારીઓને સસ્તા વ્યાજ પર લોન મળી શકે છે. વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવી શકે છે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના વેપારીઓને જ આ ફાયદો મળશે. છૂટનો ફાયદો આપવા માટે વેપારીઓના ટર્ન ઓવરની સીમા નક્કી કરવામાં આવશે. મહિલા વેપારીઓને વધારે ફાયદો મળી શકે છે.

49 - મિનીટમાં લોન આપતી સ્કિમ લાગૂ કરવામાં બેન્કો પર દબાણ કરવામાં આવશે. નાના વેપારીઓને ઈન્સપેક્ટર રાજથી છૂટકારો આપવા માટે ખાત વ્યવસ્થા હશે. નિરીક્ષણ બાદ નક્કી સમય સીમામાં રિપોર્ટ આપવો પડશે.

(5:09 pm IST)