મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

હરવા-ફરવા જઇ ત્યારે બાથરૂમ ન મળતા પેશાબ રોકી રાખવો પડે છે ? હવે આવી ગયો ઉકેલ

અમદાવાદના એક યુવકે શોધી ડિસ્પોઝેબલ યુરિન બેગ : ડર્યા વગર પેશાબ કરી હળવા થઇ શકશે

નવી દિલ્હી, તા. ૧૧ :  તમે સૌ સારી રીતે જાણો છો કે બહાર ગયા હોય ત્યારે ટોઇલેટ ન મળવાથી ઘણા લોકો હેરાન થતા હોય છે. પણ હવે એક ગુજરાતીઓ આનો ઉકેલ શોધ્યો છે.

હવે અમદાવાદના એક સ્ટાર્ટ અપે તેનો ગજબ ઉકેલ શોધી કાઢ્યો છે. સેન્ટર ફોર ઈન્નોવેશન ઈન્કયુબેશન એન્ટ આંત્રપ્રોન્યોરશીપ (CIIE)માં ઈન્કયુબેટ થનારા આ સ્ટાર્ટ અપે ડિસ્પોઝેબલ યુરિન બેગ શોધી કાઢી છે જેમાં યાત્રીઓ યુરિન ઢોળાવાના ડર વિના પેશાબ કરીને હળવા થઈ શકશે. આ બાયોડિગ્રેડેબલ બેગમાં સ્પેશિયલ જેલ વાપરવામાં આવ્યું છે જે યુરિનને દ્યન પદાર્થમાં પરિવર્તિત કરી નાંખે છે. વળી તે યુરિનની સ્મેલને પણ દૂર કરી દે છે. આથી આ બેગમાં યુરિન કરીને પ્રવાસી તેને સ્ટોર કરી શકે છે અને જયારે અનુકૂળતા આવે ત્યારે ડિસ્પોઝ કરી શકે છે.

વાઈડ નીડ પ્રા. લિના સ્થાપક અને સીઈઓ ૨૬ વર્ષના સિદ્ઘાંત તવારાવાલાએ જણાવ્યું કે આ વિચાર તેને પોતાને થયેલા ખરાબ અનુભવમાંથી આવ્યો હતો. તેણે જણાવ્યું, હું ૧૫ વર્ષનો હતો ત્યારથી દ્યણું ટ્રાવેલ કરું છું. મને અનુભવ થયું કે ટોઈલેટ્સ આસાનીથી ઉપલબ્ધ નથી હોતા. નિરમા યુનિવર્સિટીમાં એમબીએ કરતી વખતે મને થયું કે મારે આ સમસ્યાને તકમાં ફેરવી જોઈએ. મેં તેની ડિઝાઈન પર વિચારવાનું શરૂ કરી દીધુ. કેટલાંય ફેરફાર બાદ પહેલુ પ્રોટોટાઈપ તૈયાર થયુ.

આ પ્રોડકટ તૈયાર કરતા સિદ્ઘાંતને લગભગ ત્રણ વર્ષ લાગી ગયા. સરકારનું ફંડિંગ મળતા તેને દ્યણું પ્રોત્સાહન મળ્યું. આ પ્રોજેકટને અમદાવાદ યુનિવર્સિટીના વેન્ચર સ્ટુડિયો અને અમેરિકન એમ્બેસી દ્વારા સપોર્ટેડ નેકસસ પ્રોગ્રામનો પણ ટેકો મળ્યો. પ્રોટોટાઈપ તૈયાર કર્યા બાદ IIMના CIIEએ તેને માર્કેટ સુધી પહોંચાડવામાં મદદ કરી. તવારાવાલાએ જણાવ્યું, ઙ્કયાત્રીઓ ઉપરાંત તે દિવ્યાંગ લોકો દ્વારા અથવા તો ઈન્જરીમાંથી રિકવર થતા લોકો દ્વારા પણ ઉપયોગમાં લઈ શકાય. હવે આ પ્રોડકટ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. તેવું જાણવા મળે છે.

(4:13 pm IST)