આજે પણ વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ
નવી દિલ્હી, તા.૧૧: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડા દિવસોની રાહત બાદ ફરી ભાવ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસાનો ભાવ વધારો થયો છે જયારે ડીઝલની કિંમતમાં ૨૯ પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે.
નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ ૬૬.૫૮ રૂપિયા પ્રતિ લીટર પર જયારે ડીઝલ ૬૫.૬૩ રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.
૧૧મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં,જાણો આજની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો ઝીંકાયો છે. જો દક્ષિણ ભારતના રાજય તમિલનાડુની રાજધાની ચેન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પેટ્રોલ ૨૦ પૈસા મોંઘું થયું છે જયારે ડીઝલ ૩૦ પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલની કિંમતમાં ૭૧.૬૭ રૂપિયા પ્રતિ લીટર દીઠ જયારે ડીઝલ ૬૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.