મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

નાસિકના નામપુર યાર્ડમાં ડુંગળીના ભાવ માત્ર 50 પૈસા :ખેડૂતોએ ગેટ પાસે જ કાંદા ઢોળીને રસ્તા-રોક આંદોલન

ખેડૂતોએ માલેગાંવ- તાહરાબાદ રોડ પાસે બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વાર સામેખેડૂતોનું હલ્લાબોલ

નાશિક જિલ્લાના નામપૂરમાં કૃષિ ઉત્પન્ન બજારમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી આઠઆનાના કિલોના ભાવે કાંદા ખરીદ્યા હતા.

લોહી-પાણી એક કરીને ઉગાડેલા કાંદાનો આટલો ઓછો ભાવ મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ માલેગાંવ- તાહરાબાદ રોડ પાસે બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વાર સામે કાંદા ઢોળી નાખીને રસ્તા-રોકો આંદોલન કર્યું હતું.

ખેડૂતોના આક્રમક વલણને પગલે કાંદાનું લીલામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પોલીસે મધ્યસ્થી કરી હતી અને બજાર સમિતિના સત્તાવાળાને ખેડૂતોને કાંદાનો યોગ્ય ભાવ આપવા જણાવ્યું હતું. સમજાવટ બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.

(2:28 pm IST)