મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

કાશ્મીરમાં ફરી બરફવર્ષાની આગાહી :રવિવારે બરફવર્ષા અને વરસાદની શક્યતા

શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી બરફવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આજે શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં ઠંડીનો માહોલ હતો. સિક્કિમમાં ભારે બરફવર્ષાના ફસાયેલા ૧૫૦ પ્રવાસીઓને સેનાએ બચાવ્યા હતા. હિમાચલ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડી યથાવત હતી.

જમ્મુ અને કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોનું તાપમાન શૂન્યથી નીચું રહ્યું હતું. ગુલમર્ગમાં માઇનસ ૮.૫, પહલગામમાં માઇનસ ૧૧.૪, લેહમાં માઇનસ ૧૫ અને કારગીલમાં માઇનસ ૧૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું તું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરની નજીક પહોંચ્યું છે તેથી આગામી રવિવાર સુધી બરફવર્ષા અને વરસાદની શક્યતા છે.

(2:22 pm IST)