મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

પાંચ વર્ષમાં દેશમાં એટલી નોકરીઓ હશે કે યુએસએ અને લંડનવાળા અહીં આવશે :ભાજપ સાંસદની શેખી

દેશમાં દરવર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાના સવાલ પર ભાજપ સાંસદ નિશિકાંત ડુબી સિક્સર ફટકારી

નવી દિલ્હી :દેશના સાંપ્રત મુદાઓ પર ચર્ચાઓ માટે ઇન્ડિયા ટુડે ગ્રુપે ઓડિસાના ભુવનેશ્વરમાં ''માઈન્ડ રોક્સ 'ક્રાયક્રમ આયોજિત કર્યો હતો જેમાં માઈન્ડ રોક્સ ઓફ પોલિટિક્સ ઓફ 2019-મેકિંગ ટફ ચોઈસ સત્રમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દરેક સવાલના બેબાક જવાબ આપતા કહ્યું કે આવનારા પાંચ વર્ષમાં દેશમાં એટલી નોકરીઓ હશે કે અમેરિકા અને લંડનથી લોકો ભારતમાં નોકરી કરવા આવશે

   માઈન્ડ રોક્સના આ સત્રમાં ભાજપ સાંસદ નિશિકાંત ડૂબે સાથે કોંગ્રેસ નેતા સુસ્મિતા દેવ અને બીજેડીના નેતા ક્લીકેશ સિંહ દેવ સામેલ હતા આ કાર્યક્રમ ભુવનેશ્વરના કેઆઇઆઇટી ઓડિટોરિયમમાં આયોજિત કરાયો હતો

  યુવાઓને નોકરી આપવાના સવાલ પર નિશિકાંત ડુબી કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન દેશનો ગ્રોથ રેટ 4,6 હતો આજે મોદી સરકાર દરમિયાન 7,2 ટકા ગ્રોથ છે કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં પોતાના માનીતા ઉદ્યોગપતિઓને 15 લાખ કરોડ વહેંચ્યા હતા જેનાથી દેશમાં એનપીએની મુસીબત ઉભી થઇ તેઓએ કહ્યું કે યૂપીએ દેશના ખાજનોને પુરી રીતે ખાલી કરી દીધો હતો

   તેઓએ કહ્યું કે કોંગ્રસે રોજગારના નામે મનરેગા શરુ કર્યું જેમાં 50થી 60 ટકા ભ્રષ્ટ્રાચાર થયો,આ જે ભૂમિઅધિગ્રહણ બિલ આવ્યું છે એ અંતર્ગત 3થી 4 વર્ષ લાગી જાય છે ભૂમિ અધિગ્રહણ કરવામાં મોદી સરકાર રોડ બનાવી રહી છે પોર્ટ બનાવી રહી છે અને બંધ ફેકટરીઓ શરુ કરાઈ રહી છે ઓડિસાના તલચર અને યુપીના ગોરખપુરમાં ખાદ્ય કારખાનું શરુ કર્યું

  નિશિકાંત દુબેએ કહ્યું કે જોજો આવનારા પાંચ વર્ષમાં દેશમાં એટલી નોકરીઓ હશે કે આ બાળકોને મળવા સાથે અમેરિકા અને લંડનના લોકો પણ ભારતમાં રોજગાર માટે આવશે

  જોકે સુસ્મિતા દેવે કહ્યું હતું કે મોદી સરકાર બેરોજગારીના પડકારથી બેકફૂટ પર ચાલી ગઈ છે એટલા માટે આ સમયે સવર્ણોને અનામતનો મુદ્દો લઈને આવી છે જયારે મોદી સરકારે દરવર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું

   બીજેડી નેતા ક્લીકેશે કહ્યું કે સૌને તેના મેરિટના આધાર પર આંકલન કરવું જરૂરી છે જોકે સૌને સમાન અવસર આપવો જરૂરી છે અનામતના માધ્ય્મથી સંતુલન બનાવવું જોઈએ ભવિષ્યમાં 100 ટકા મેરીટ આધારિત વ્યવસ્થા બેહદ જરૂરી છે

(1:58 pm IST)