મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ બાદ છત્તીસગઢ સરકારે સીબીઆઈના પ્રવેશ પર લગાવી રોક

સીબીઆઈએ કાર્યવાહી કરતા પહેલા છત્તીસગઢ સરકાર પાસે મંજૂરી લેવી પડશે

નવી દિલ્હી :પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ બાદ છત્તીસગઢની કોંગ્રેસ સરકારે રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર રોક લગાવી છે. ભુપેશ બધેલની સરકારે સીબીઆઈને મંજૂરી વગર છત્તીસગઢમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે

 . સીબીઆઈએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા  છત્તીસગઢ સરકાર પાસે મંજૂરી લેવી પડશે. જે અંગની માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપવામાં આવી છે.

   છત્તીસગઢમાં સીબીઆઈએ દરોડા કે કોઈપણ પ્રકારની તપાસ પહેલા કોંગ્રેસ  સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષીય પાર્ટીઓનો આરોપ છે કે, કેન્દ્રમાં રહેલી મોદી સરકાર સીબીઆઈનો દુરપયોદ કરી રહી છે. જેથી પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

(12:33 pm IST)