મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

રાહુલ દુબઈ ગયા પ્રવાસી ભારતીયોને મળશે

એરપોર્ટ પર જોરદાર સ્વાગતઃ રાહુલ-રાહુલના નારા લાગ્યા...

નવી દિલ્હી, તા. ૧૧ :. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે દુબઈ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. દુબઈ-આબુધાબીમાં રાહુલ ગાંધી ભારતીય સમુદાયના લોકોને મળશે. સાથોસાથ છાત્રો અને વેપારીઓને પણ તેઓ મળશે. ૨૦૧૯ની આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે તેમની સાથે સામ પિત્રોડા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી પણ ગયા છે.

રાહુલ ગાંધી ગઈરાત્રે દુબઈ પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનુ જોરદાર સ્વાગત થયું હતું. અનેક લોકો તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા, તો કોઈ તેમને મળવા ઉત્સુક હતા. રાહુલને જોતા જ કેટલાક લોકોએ રાહુલ-રાહુલના નારા પણ લગાવ્યા હતા. રાહુલ જીન્સ-ટીશર્ટ અને બ્લેઝર પહેરેલ હતા. પ્રવાસી ભારતીયોને તેઓ મળશે. દુબઈમાં ક્રિકેટ સ્ટેડીયમમાં સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાશે જેમાં તેઓ ભાગ લેશે. તેઓ સંબોધન પણ કરનાર છે વિષય હશે 'ભારત કા વિચાર'. (૨-૪)

 

(12:41 pm IST)