મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા છે? હવે ચુકવવા પડશે વધુ પૈસા : ૧લીથી અમલ

બાયોમેટ્રિક અપડેટ કરવા ૧૦૦ : સરનામુ - ફોન નંબર માટે ૫૦ દેવાના

નવી દિલ્હી તા. ૧૧ :  UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના એક જાહેરનામા બાદ UIDAIએ આ નિર્ણય લીધો છે. ૧ જાન્યુઆરીથી કોઈ પણ પ્રકારના નવા ફેરફાર માટે નવા દરે પેમેન્ટ કરવાનું રહેશે.

હવે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે રૂ.૧૦૦ ચૂકવવા પડશે. આ ઉપરાંત, સરનામું અને ફોન નંબર બદલવા માટે રૂ.૫૦નો ચાર્જ લાગશે. અગાઉ આ કામ માટે માત્ર રૂ.૩૦નો ચાર્જ લેવાતો હતો. આ ઉપરાંત e-KYC માટે રૂ.૩૦ ચૂકવવાના રહેશે. જો તમે આધાર કાર્ડની A4 સાઈઝના પેપરની રંગીન પ્રિન્ટ કરાવો છો તો તમારે રૂ.૩૦ ચૂકવવા પડશે. આ સાથે જ UIDAIએ જણાવ્યું છે કે, તેના કરતાં વધુ ફી લેવી પણ ગેરકાયદે ગણાશે.

આધાર કાર્ડની નોંધણી કરાવા માટેની રકમમાં પણ વધારો કરાયો છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૯ પહેલા આધાર કેન્દ્ર પર કોઈ પણ પ્રકારના ફેરફાર માટે રૂ.૫૦ ચૂકવવા પડતા હતા. હવે તેને વધારીને રૂ.૧૦૦ નો દર કરવામાં આવ્યો છે.

વર્તમાનમાં આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર અને નવું બનાવવા માટે તમામ બેન્કો અને પોસ્ટ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના દર વધારાના આ નિર્ણયથી બેન્કો અને પોસ્ટ ઓફિસને ઘણો ફાયદો થશે. અગાઉ ગ્રામ્ય સ્તરે કોમન સર્વિસ સેન્ટરની રચના કરવામાં આવી હતી અને અહીં જ આધાર સંબંધિત તમામ કામ કરવામાં આવતા હતા.(૨૧.૬)

(10:36 am IST)