મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

ભાજપએ પૂર્વ-મુખ્ય્માંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, રમણ સિંહ અને વસુંધરા રાજેની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદે નિમણુક કરી : આ ત્રણેય પૂર્વ-મુખ્ય્માંત્રીઓને લોકસભાની ટીકીટ અપાય રહ્યાની જોર-શોરથી ચાલી રહેલી ચર્ચા

નવી દિલ્હી : ભાજપએ પૂર્વ-મુખ્ય્માંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, રમણ સિંહ અને વસુંધરા રાજેની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદે નિમણુક કરી છે. ભાજપમાં સંગઠન સ્તરે મોટો ફેરફાર સામે આવ્યો છે. બીજેપીએ ત્રણ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીને સંગઠનમાં મોટી જવાબદારી આપી છે.

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના પૂર્વ સીએમ ડો. રમન સિંહ અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને બીજેપીએ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.

ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓની ખુરશી સંભાળનાર ત્રણેય નેતાને સંગઠનમાં આટલી મોટી જવાબદારી આપવી બીજેપીની ચૂંટણી રણનિતીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કારણ કે ત્રણેય નેતા ઘણા અનુભવી છે અને રાજ્ય સરકાર ચલાવવાના દરેક દાવથી પરિચિત છે.

શિવરાજ સિંહ ચૌહાણ સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. છત્તીસગઢના રમન સિંહ પણ સતત ત્રણ વખત રાજ્યના CM રહ્યા છે. વસુંધરા રાજે પણ રાજસ્થાનમાં બે વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ સાથેજ એવું પણ જોર-શોરથી ચર્ચાય રહ્યું છે કે આ ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને લોકસભાની ટીકીટો ફાળવવામાં આવનાર છે.

(12:00 am IST)