મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

અયોધ્યા મામલે 15 પેટી ભરીને દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં લવાયા

હાઈકોર્ટનુ 4,303 પાનાનુ જજમેન્ટ સાથે 18836 પાનાંના દસ્તાવેજ અલાયદા રૂમમાં રખાયા

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદની આજે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજો 15 પેટી ભરીને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ માહિતી આપતા કહ્યુ હતુ કે મામલા માટે જે દસ્તાવેજ મુકવામાં આવ્યા છે તે 18836 પાનના થાય છે.તેની સાથે સાથે હાઈકોર્ટનુ 4,303 પાનાનુ જજમેન્ટ પણ સામેલ છે.કુલ મળીને 15 પેટીઓ ભરીને દસ્તાવેજોને કોર્ટમાં લવાયા છે અને તેને એક રુમમાં અલાયદા રાખવામાં આવ્યા છે.

જેમાં બાબરના જમાનાથી લઈને રામાયણ યુગ સુધીના પૂરાવા હોવાનુ જાણવા મળ્યુ છે.આ દસ્તાવેજો ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દુ અને ગુરુમુખીમાં લખાયેલા છે.

(12:00 am IST)