મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

ઇન્ડિયન અમેરિકન સેનેટર શ્રી જય ચૌધરી નોર્થ કેરોલિના એસેમ્બલીમાં સર્વાનુમતે ડેમોક્રેટ પાર્ટીના દંડક તરીકે ચૂંટાઇ આવ્યાઃ જયારે મિચીગન સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ મહિલા સુશ્રી પદમા કુપ્પી સહાયક દંડક તરીકે ચૂંટાયા

નોર્થ કેરોલિનાઃ અમેરિકાના નોર્થ કેરોલિનાના ઇન્ડિયન અમેરિકન સેનેટર શ્રી જય ચૌધરીને સ્ટેટ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં સર્વાનુમતે ડેમોક્રેટ પાર્ટીના દંડક તરીકે નિમવામાં આવ્યા છે. જયારે મિચીગન સ્ટેટમાં આસી દંડક તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પદમા કુપ્પાએ સ્થાન મેળવ્યું છે.

શ્રી જય ચૌધરી નોર્થ કેરોલિનાના ૧૦મા ડીસ્ટ્રીકટમાંથી બીજી વખત સ્ટેટ સેનટર તરીકે ચૂંટાઇ આવેલા છે. જેમને પાર્ટીએ સર્વાનુમતે ઉપરોકત હોદા ઉપર નિમણુંક આપતા તેમણે હર્ષ વ્યકત કર્યો હતો.

જયારે મિચીગનના ૪૧મા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી ઇન્ડિયન  અમેરિકન મહિલા સુશ્રી પદમા કુપ્પી સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટાઇ આવેલા છે. તેમને સહાયક દંડક તરીકે નિમણુંક મળી છે.

(8:15 pm IST)