મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

દર્દી બિલ ન ચૂકવી શકે તો તેને હોસ્પિટલમાં રોકી રાખવાનું કૃત્ય ગેરકાયદેસર : લોકોને આ બાબતથી વાકેફગાર કરવા મહારાષ્ટ્ર સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટને મુંબઇ હાઇકોર્ટનો હુકમ

મુંબઇ : હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દી પોતાનું બિલ ન ચૂકવી શકે તો તેને રોકવાનો તથા રજા આપી દેવાનો ઇન્કાર કરવાનું હોસ્પિટલનું પગલું ગેરકાયદેસર છે. દર્દીઓના આ હકકોની જાણ કરવાનું તથા તેમને તે બાબતથી જ્ઞાત કરવાનું કામ સરકારનું છે. હોસ્પિટલો આવા દર્દીઓ પાસેથી ફી વસુલવા કાયદેસર કાર્યવાહી કરી શકે છે. પરંતુ તેઓ સાજા થઇ ગયા હોવા છતા રજા આપવાનો ઇન્કાર કરી શકતી નથી. આવા દર્દીઓ પ્રત્યે હમદર્દી દર્શાવવાની સાથે મુંબઇ હાઇકોર્ટ રાજય સરકારને આ બાબતે કામગીરી કરવા અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આવા એક જાહેર હિતના કેસમાં મુંબઇ હાઇકોર્ટએ આવો ચૂકાદો આપ્યો છે. જસ્ટીસ શ્રી એસ. સી.ધર્માધિકારી તથા શ્રી ભારતી ડોંગરાની ન્યાયપીઠે આ બાબતે દોષિત હોસ્પિટલો માટેની કાયદેસરની દંડની જોગવાઇથી પ્રજાને વાકેફગાર કરવા તથા વેબસાઇટ ઉપર જાણકારી મુકવા મહારાષ્ટ્ર સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટને હુકમ કર્યો છે.

(7:50 pm IST)