મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ઝડપી ગાડી ચલાવશો તો ખરી જશે વાળ, પહેરો હેલ્મેટઃ યુપી પોલીસ

લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ

લખનૌ તા. ૧૨ : ઉત્તર પ્રદેશ પોલીસ અને તેના ઓફિસર સોશિયલ મીડિયા પર ખુબજ સક્રિય રહે છે. થોડા થોડા સમયે ટ્વિટર પર લોકોને સલાહ આપતા રહે છે. હાલમાં જ યુપીના પોલીસ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે જયારે લોકોને હેલ્મેટ પહેરવા માટેની સલાહ આપવા માટે ટ્વિટ કર્યું તો તે જોઈને લોકોએ ખુબ મજા લીધી.

એડિશનલ એસપી રેંકના રાહુલ શ્રીવાસ્તવને યુપી પોલીસના સોશિયલ મીડિયા ટીમના એડવાઈઝર્સની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દર વખતની જેમ આ ગુરૂવારે પણ એક ટ્વિટ કરી હતી. જેમાં હોલિવૂડ એકટર વિન ડિસલ અને તેની ટીમ જોવા મળી રહી છે. ફોટોમાં લખ્યું છે કે શું તમે જાણો છો કે ઝડપી ડ્રાઈવિંગ ને કારણે ટાલ પડે છે. આ ટ્વિટ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવી.

આ ટ્વિટ બાદ યુઝર્સ તેના પર કોમેન્ટ આપી રહ્યા છે. અમર ચંદ્ર લખે છે કે રોડ અકસ્માતમાં મોટાભાગની મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે, હેલ્મેટ વગર ગાડી ન ચલાવવી જોઈએ, તે પોતાની સુરક્ષા માટે છે.(૨૧.૬)

(9:40 am IST)