મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

CABને લઇને આસામમાં હિંસક પ્રદર્શન: બે રેલવે સ્ટેશનો પર આગચાંપી

પાનીટોલા રેલવે સ્ટેશન અને ડિબ્રૂગઢ જિલ્લાના છાબુઆ રેલવે સ્ટેશનને નિશાન બનાવાયા

 

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં હિંસક પ્રદર્શન થયું છે જેમાં  પ્રદર્શનકારીઓએ 2 રેલવે સ્ટેશનો પર આગચાંપી દીધી હતી

 પ્રદર્શનકારીઓએ તિનસુકિયા જિલ્લાના પાનીટોલા રેલવે સ્ટેશન પર પહેલા તોડફોડ કરી બાદમાં તેને આગના હવાલે કરી દીધું. આ સિવાય ડિબ્રૂગઢ જિલ્લાના છાબુઆ રેલવે સ્ટેશન પર પણ પ્રદર્શનકારીઓએ આગ લાગી દીધી છે.

(1:12 am IST)