મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 17 સીટો માટે મતદાન થશે

309 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી : કુલ 56,06,743 મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે

 

રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. કુલ 17 સીટ પર જનતા પોતાનો ફેસલો સંભળાવવા જઈ રહી છે

  . રાંચી, કાંકે, હટિયા, રામગઢ અને બરકટ્ટા વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. જ્યારે બાકીની 3 સીટ પર બપોરના 3 વાગ્યા સુધી મતદાન થનાર છે.

  17 સીટ પર કુલ 309 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે, જેમાંથી 32 મહિલાઓ છે. આ તબક્કામાં કુલ 56,06,743 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. મતદાન માટે કુલ 7016 મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે.

(12:36 am IST)