મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બાંગ્લાદેશે કહ્યું નાગરિક્તા સુધારા બિલથી ભારતની ઐતિહાસિક છબી ખરાબ થશે

બાંગ્લાદેશમાં લઘુમતીઓનાં પરેશાન કરવાનાં આરોપને વખોડ્યો હતો અને તેને જુઠાણું ગણાવ્યું

 

ઢાકા: બાંગ્લાદેશનાં વિદેશ પ્રધાન અબ્દુલ મોમેને કહ્યું કે નાગરિક્તા સુધારા બિલથી ભારતની ઐતિહાસિક છબી ખરાબ થશે.તેમણે પોતાના દેશમાં ધાર્મિક લઘુમતીઓને પ્રતાડિત કરવાના આરોપને ફગાવ્યો છે.

મોમેને કહ્યું કે ઐતિહાસિકરૂપથી ભારત એક સહિષ્ણું દેશ છે જે ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ કરે છે. પરંતું જો તેમના આ માર્ગ પરથી હટશે તો તેમની આ છબી નબળી પડશે.

ભારત અને બાંગ્લાદેશનાં વચ્ચે ગાઢ મિત્રતાનાં સંબંધો છે.અને દ્વી પક્ષીય સંબંધોનો સોનેરી અધ્યાય ગણાય છે.એટલા માટે જ સ્વાભાવિક છે કે અમારા લોકો(બાંગ્લાદેશી) આશા રાખે છે કે ભારત એવું કાઇ ના કરે જેથી તેમનામાં વ્યગ્રતા પેદા થાય.

મોમેનએ ભારતનાં ગૃહપ્રધાનનાં બાંગ્લાદેશમાં લઘુમતીઓનાં પરેશાન કરવાનાં આરોપને વખોડ્યો હતો અને તેને જુઠાણું ગણાવ્યું હતું,તેમણે કહ્યું કે 'જેમણે પણ આ વાત કહી તે સાચી નથી.

અમારા દેશમાં ઘણા મહત્વનાં નિર્ણય વિવિધ ધર્મમાં માનનારા લોકો માટે કરવમાં આવે છે,અમે કોઇનું પણ આકલન ધર્મનાં આધારે નથી કરતા'. મોમેને કહ્યું કે લઘુમતી સમુદાયનાં પ્રતિનિધિત્વ પણ તેમના દાવાને સમર્થન આપે છે

 

(12:33 am IST)