મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ સામે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાની એટીસી કોર્ટે આરોપો નક્કી કર્યા

આતંકી પ્રવૃતિઓ માટે પૈસા એકઠાં કરવાનો આરોપ

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર પાકિસ્તાનની એટીસી કોર્ટે ટેરર ફંડિંગ મામલે આરોપો નક્કી કર્યા છે

  . પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે આ વર્ષે 3 જુલાઈએ હાફિઝ અને તેના સહયોગી વિરૂદ્ધ 23 એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદ 17 જુલાઈએ તેની ધરપકડ થઈ હતી. હાલ તે લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે. હાફિઝ પર પોતાના ગેર લાભકારી સંગઠનોની મદદથી આતંકી પ્રવૃતિઓ માટે પૈસા એકઠાં કરવાનો આરોપ છે.

હાફિઝ સૈયદ અને 13 અન્ય નેતાઓ વિરૂદ્ધ એન્ટી ટેરરિઝમ એક્ટ 1997 અંતર્ગત ટેરર ફંડિગ અને મની લોન્ડ્રિંગના કેસ દાખલ હતા. આતંકી સંગઠનોને મળી રહેલી આર્થિક મદદ અને તેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરવા પર પાકિસ્તાન પર ઈન્ટરનેશન દબાણ વધી રહ્યું છે. એફએટીએફ દ્વારા પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નાખવાની ચેતવણી આપી હતી. જે બાદ જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તોયબા અને ફલાહ-એ-ઈન્સાનિયતની તપાસ શરૂ થઈ ગઈ હતી.

 

(12:03 am IST)