મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા વડાપ્રધાન મોદીએ કહ્યું ભારતની કરુણા અને ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ

દરેક સાંસદોનો ધન્યવાદ જેમણે વોટ આપ્યો

 

નવી દિલ્હી : લોકસભા બાદ રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થતા વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની કરૂણા અને ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. મને ખુશી થઈ રહી છે કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. તે દરેક સાંસદોનો ધન્યવાદ જેમણે વોટ આપ્યો.

  બીલ પાસ થયા બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન વિધેયક પાસ થતા કરોડો પીડિત અને વંચિત લોકોના સ્વપ્ન સાચા થઈ ગયા. હું વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો આભારી છું કે તેમણે પ્રભાવિત લોકોના આત્મસમ્માનની રક્ષા કરી. હું સૌનો આભાર માનું છું

(12:17 am IST)