મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની સક્રિય રાજકારણમાં પ્રવેશવા જાહેરાત : બનાવશે નવી રાજકીય પાર્ટી

બસપા સાથે જોડાવવાના પ્રયાસ કર્યા પરંતુ કોઈ જવાબ નહીં મળ્યાનો દાવો : નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ કરશે આંદોલન

 

લખનૌ : ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખરે  લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી કહ્યું કે તેઓ બહુજન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની ટૂંક સમયમાં જાહેરાત કરશે.

ચંદ્રશેખર કહે છે કે તેમણે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ હજુ સુધી બસપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બહુ જન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે. તેમણે કહ્યું કે તેઓ લખનઉમાં પાર્ટીની ઓફિસ બનાવશે.

નાગરીકતા સંશોધન બિલ વિશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કહ્યું કે તે તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ પણ આંદોલન કરશે.

(11:35 pm IST)