મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા પાંચ લાખથી વધુ બાંગ્લાદેશથી વિસ્થાપિત બંગાળી હિંદુઓને આશા જાગી

એનસીઆરની યાદીમાં પોતાનું નામ નોંધવામાં નિષ્ફ્ળ રહેલા લોકોને મળશે અરજીની તક

 

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થતા બાંગ્લાદેશથી વિસ્થાપિત થનાર પાંચ લાખથી વધુ બંગાળી હિન્દુ લોકો માટે નવી આશા જાગી છે જેઓ એનસીઆરની યાદીમાં પોતાનું નામ નોંધાવવામાં નિષ્ફળ રહ્યા છે. ૩૧મી ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવેલી એનઆરસીની અંતિમ યાદીથી આશરે ૧૯ લાખ લોકો બહાર થઇ ગયા હતા.  

   આસામના નાણામંત્રી હેમંત બિશ્વા સરમાએ કહ્યું છે કે, પાંચ લાખ હિન્દુ લોકોને અપીલ કરવાની જરૂર દેખાઈ રહી છે. ૨૦૨૧માં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીથી પહેલા અમે તેમને નાગરિકતા આપવાની આશા રાખી રહ્યા છે. લોકસભાથી બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં પહોંચ્યું છે.

 તેમણે કહ્યું હતું કે, એનઆરસીની યાદીમાંથી બહાર કરવામાં આવેલા પાંચ લાખથી વધુ બંગાળી હિન્દુઓમાંથી ત્રણથી ચાર લાખ લોકો સુધારાયેલા કાનૂન હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે. હાલમાં આશરે એક લાખ બંગાળી હિન્દુ છે જે લોકોએ એનઆરસીમાં સામેલ કરવાને લઇને અરજી કરી નથી. તમામ આંકડાને ધ્યાનમાં લઇને તેમને લાગે છે કે, પાંચ લાખથી વધુ લોકો અપીલ કરશે.

(10:08 pm IST)