મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

BHUના મુસ્લિમ પ્રોફેસરે આપ્યું રાજીનામું : વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેચીને ખુશી મનાવી

બનારસઃ પોતાની નિમણૂકને લઈને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા પછીના એક મહિના પછી ફિરોઝ ખાને  વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગમાંથી રાજીનામું આપી દીધું છે. બીએસયુના સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન(એસવીડીવી)માં એક મુસ્લિમની નિયુક્તિની વિરુદ્ધ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેચીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

 લખાયેલ પત્રમાં એસવીડીવી વિભાગના કાર્યવાહક પ્રોફેસર કૌશલેન્દ્ર પાંડેએ લખ્યું હતું કે આપને જણાવવાનું કે ફિરોઝખાન જેમને એસવીડીવીના સાહિત્ય વિભાગમાં સહાયક પ્રોફેસરના રૂપમાં નિમણૂંક કરાયા હતા, ને 9 ડીસેમ્બર, 2019ના રોજ રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ પોતાના ભણતર માટે અને પરીક્ષાઓમાં પાછા ફરે.

બીએચયુના જનસંપર્ક અધિકારી રાજેશ સિંહે કહ્યું છે કે ફિરોઝ ખાન કલા વિભાગ અને સંસ્કૃત વિભાગમાં સામેલ કરાયા છે. તેમને આયુર્વેદ વિભાગ અને કલા વિભાગ બન્ને પદો પર રહેવા રજૂઆત કરાઈ હતી. તેમણે કલા વિભાગને પસંદ કર્યો હતો, અને તેઓ ઝડપથી ભણાવવાનું શરૂ કરી દેશે.

(7:57 pm IST)